Notice

બી.એ./બી.કોમ.સેમે.-૧ NEP નાં HPP NOON ના પ્રવેશ માટે ખાસ ફેસ રાઉન્ડ-૨૪ મેરિટ યાદી અંગે.

Date: 30/11/-0001

બી.એ./બી.કોમ.સેમે.-૧ NEP નાં HPP NOON ના પ્રવેશ માટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા મંજૂરી આપવામાં આવેલ છે તે સંદર્ભે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ખાસ ફેસ રાઉન્ડ-૨૪ માં મેરિટના ધોરણે યાદી જનરેટ કરેલ છે અને કોલેજે આ યાદી વિદ્યાર્થીઓને ઓફર કરેલ છે તો જે વિદ્યાર્થીઓને આ ઓફર મળેલ છે તેમણે કોલેજ સમયમાં તા. ૨૯/૦૮/૨૦૨૫, ૩૦/૦૮/૨૦૨૫ અને ૦૧/૦૯/૨૦૨૫ દરમિયાન આવી પોતાનો પ્રવેશ કનફર્મ કરાવવાનો રહેશે. ત્યાર બાદ તેઓનો આ રાઉન્ડ્નો પ્રવેશ હક્ક જતો રહેશે જેની વિધ્યાર્થીએ નોંધ લેવા અનુરોધ છે.

બી.એ./બી.કોમ.સેમે.-૩ અને ૫ NEP MORNING માં અને બી.એ./બી.કોમ.સેમે.-૩NEP NOON માં કોલેજની પ્રથમ સત્રની ફી ભરવામાં બાકી અંગે.

Date: 20/08/2025

બી.એ./બી.કોમ.સેમે.-૩ અને ૫ NEP  MORNING માં અને બી.એ./બી.કોમ.સેમે.-૩NEP  NOON  માં કોલેજની પ્રથમ સત્રની ફી ભરવામાં બાકી રહી ગયેલ છે. તમામ ફેકલ્ટીનાં રોલનંબર જનરેટ કરવાનાં હોવાથી ફી ભરવામાં બાકી રહેલ વિદ્યાર્થીઓને છેલ્લી તક આપીને તા. ૨૨/૦૮/૨૦૨૫ નાં રોજ સવારે ૦૯/૦૦ થી ૧૧/૩૦ દરમિયાન ફી ભરી જવાની રહેશે. ત્યાર બાદ ફી લેવામાં આવશે નહિં જેની વિદ્યાર્થીએ ગંભિર્તા પૂર્વક નોંધ લેવી. ફી ભરવા માંગતા વિદ્યાર્થીઓ માટે હાલમાં કોલેજનું ફોર્મ ભરવાનું કોલેજની વેબસાઈટ પર શરૂ રાખવામાં આવેલ છે જેથી વિદ્યાર્થીએ પ્રથમ ફોર્મ ભરી રાખવું. 

વર્ષ : ૨૦૨૫-૨૬ સ્કોલરશીપ ફોર્મ ભરવા અંગે.

Date: 26/07/2025

(૧) ચાલુ શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓએ કોઈપણ એક જ લાગુ પડતી હોય તે સ્કીમમાં ફોર્મ ભરવાનું રહેશે જેની ખાસ નોંધ લેવી. જો કોઈ વિદ્યાર્થી એક કરતાં વધારે સ્કીમમાં ફોર્મ ભરશે તેનું ફોર્મ રિજેક્ટ થશે તથા કોઈ પણ કાનૂની કાર્યવાહી થાય તેને જવાબદારી વિદ્યાર્થી રહેશે.

(૨) સરકારશ્રીના ધારા-ધોરણ (નિયમ) પ્રમાણે તથા PDF ના ઉલ્લેખ કર્યા પ્રમાણે જે વિદ્યાર્થીઓને ૭૫ ટકા હાજરી થતી હશે તે જ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આવશે જેની ખાસ નોંધ લેવી.

(૩) સ્કોલરશીપનું ફોર્મ ભરતાં પહેલા તમામ વિદ્યાર્થીઓએ સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ નિયમોની પી.ડી.એફ. ધ્યાનપૂર્વક વાંચીને જ ફોર્મ ભરવાનું રહેશે.

(૪) વિદ્યાર્થીઓએ આધાર કાર્ડ, રેશનકાર્ડ તથા બેન્ક એકાઉન્ટના કે.વાય.સી. કરેલ હોવું ફરજિયાત છે.  જે વિદ્યાર્થીઓનાં  આધાર કાર્ડ પાંચ વર્ષથી જુનાં હોય તેમણે ફરજિયાત આધાર કાર્ડ અપડેટ કરાવી લેવાનું રહેશે.

(૫) પી.ડી.એફ. પ્રમાણે આધાર કાર્ડ, રેશનકાર્ડ તથા બેન્ક ખાતામાં એક સરખું નામ હોવું જોઈએ તે જ પ્રમાણે ફોર્મ માં પણ એકસરખું નામ હોવું જોઈએ

(૬) વિદ્યાર્થી ફોર્મ ભરવા જાય ત્યારે મોબાઈલ નંબર તથા ઇમેલ આઇડી ચાલુ હોય તે જ આપવાના રહેશે તથા આ મોબાઈલ નંબર અને ઇ-મેલ આઇડી કોલેજના ૬ સેમે. સુધી સાચવીને રાખવાના રહેશે.

(૭) પી.ડી.એફ. પ્રમાણે તમામ ડોક્યુમેન્ટ ઓરીજનલ અપલોડ કરવાના રહેશે તથા ક્રમમાં રાખવાના રહેશે

(૮) વિદ્યાર્થી કોઈપણ કોમ્પ્યુટર સેન્ટરમાં ફોર્મ ભરવા જાય ત્યાં ફોર્મ માં કોઈ પણ ભૂલ ન રહી જાય તેની ખાસ તકેદારી રાખવી તથા ફોર્મ ફાઈનલ સબમિટ આપેલું જ કોલેજમાં જમા કરાવવાનું રહેશે જે કોઈ વિદ્યાર્થીનું ફોર્મ સ્લોરરશીપની વેબસાઈટમાં દેખાશે નહીં તેમનું ફોર્મ રિજેક્ટ થશે જેની જવાબદારી વિદ્યાર્થીની રહેશે.

(૯) પોસ્ટમેટ્રીક સ્કોલરશીપની કોઈપણ સ્કીમમાં કોલેજનાં બોનોફાઇડની જરૂર પડતી નથી તેથી કોઈ પણ વિદ્યાર્થીઓએ કોલેજમાં બોનોફાઇડ લેવા તથા ઓનલાઇનમાં અપલોડ કરવાનું રહેતું નથી.

ફક્ત લાલ ચોપડી (શ્રમજીવી) લાગુ પડતી હોય તેમને જ આ બોનોફાઈડ લેવા આવવાનું રહેશે અને કોલેજ જાણ કરે ત્યારબાદ જ લેવા આવવાનું રહેશે.

(૧૦) સ્કોલરશીપના ભરેલ ફોર્મ તમામ વિદ્યાર્થીઓએ કોલેજ દ્વારા ટાઈમ અને તારીખ જાહેર કરે ત્યારબાદ જ કોલેજમાં જમા કરવા આવવાનું રહેશે

બી.એ.-૫ માટે યુનિક આઈ.ડી.

Date: 14/07/2025

બી.કોમ.સેમે.-૫ ફી માટે યુનિક આઈ.ડી.

Date: 14/07/2025

HPP Noon_બી.કોમ.સેમે.-૩ યુનિક આઈ.ડી.

Date: 27/06/2025

HPP Noon_બી.કોમ.સેમે.-૩ યુનિક આઈ.ડી. : https://docs.google.com/spreadsheets/d/1qRbPYuZDjzN-5fpr9LX5czpJFapL8eGH/edit?usp=sharing&ouid=113158171201489777667&rtpof=true&sd=true

HPP Noon_બી.એ.સેમે.-૩ યુનિક આઈ.ડી.

Date: 27/06/2025

HPP Noon_બી.એ.સેમે.-૩ યુનિક આઈ.ડી. :  https://docs.google.com/spreadsheets/d/1ZYQYtmVdU2TSCvnsJBTGtzt0opobJjyF/edit?usp=sharing&ouid=113158171201489777667&rtpof=true&sd=true

B.A.Sem.-2 / B.Com.Sem.-2 NEP_ Morning Unique ID

Date: 20/06/2025

બી.એ. સેમે.-૩ NEP ની Morning  પ્રવેશ ફી ભરવા માટે  યુનિક આઈ.ડી. : https://docs.google.com/spreadsheets/d/1jzcLyAIEfTTcLOgzJnU9kk41jkQs9av7/edit?usp=sharing&ouid=113158171201489777667&rtpof=true&sd=true 

બી.કોમ. સેમે.-૩ NEP ની Morning  પ્રવેશ ફી ભરવા માટે  યુનિક આઈ.ડી. : https://docs.google.com/spreadsheets/d/1SOuRRBSnLBKrWBR0LgdDOzzbCxezT2-x/edit?usp=sharing&ouid=113158171201489777667&rtpof=true&sd=true

Permanent Time-Table Morning

Date: 21/02/2025

Pl.s visit Permanent Time-Table Morning below link

https://drive.google.com/file/d/1cMxyBiQeToTL3cvmtvH8cug-pSweI2JF/view?usp=drive_link

વિદ્યાર્થીઓની હાજરી અંગે.

Date: 01/01/2025

શ્રી કિશનદાસ કિકાણી આર્ટસ / કોમર્સ કોલેજમાં બી.એ. તેમજ બી.કોમ. સેમેસ્ટરનાં તમામ વિદ્યાર્થીઓની હાજરી પુરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીનાં નિયમ મુજબ વિદ્યાર્થીના હાજરીના તમામ નિયમોનું ચૂસ્તપણે પાલન કરવામાં આવશે જેની તકેદારી રાખી દરેક વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ વર્ગમાં નિયમિત હાજર રહેવાનું રહેશે. જેની ગંભિરતા પૂર્વક નોંધ લેવા વિનંતી.