શ્રી કિશનદાસ કિકાણી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ધંધુકા ના NSS વિભાગ અને ધંધુકા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે "સ્વચ્છતા હી સેવા" કાર્યક્રમ તા. 28-09-2024 ના રોજ યોજાયો. કોલેજમાં અભ્યાસ કરતા NSS ના સ્વયંસેવકો દ્વિતીય વર્ષ તથા તૃતીય વર્ષના સ્વયંસેવકોએ મોટી સંખ્યામાં સ્વચ્છતા અભિયાનમાં ઉત્સાહભેર ભાગ લીધો. કોલેજના પ્રિન્સિપલ ડૉ. ભરત પટેલ, NSS યુનિટના પ્રોગ્રામ ઓફિસર ડૉ. ઋતુલકુમાર સુતરીયા તથા ધંધુકા નગરપાલિકાના પ્રતિનિધિ શ્રી ઉમેશ કલસરિયા (સિટી મેનેજર), શ્રી પ્રતિપાલસિંહ ચુડાસમા (MIS Expert), શ્રી સંદીપ સોની (સમાજ સંગઠન નગરપાલિકા) ના માર્ગદર્શન અને આયોજન હેઠળ NSS વિભાગના સ્વયંસેવક વિદ્યાર્થી મિત્રોએ ખૂબ જ ઉત્સાહભેર કોલેજ કેમ્પસમાં સફાઈ કાર્ય તથા વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો. સ્વચ્છતા અભિયાન ના કાર્યક્રમ માટે શ્રી કિકાણી કોલેજ પરિવાર NSS ના દરેક સ્વયંસેવકો માટે ગૌરવ ની લાગણી અનુભવે છે.