ભારત સરકાર દ્વારા બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવેલું હતું, સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તારીખ 17 સપ્ટેમ્બર 2024 થી તારીખ 2 ઓક્ટોબર 2024 સુધી " સ્વચ્છતા હિ સેવા -2024" નું સમગ્ર ભારતમાં આયોજન કરવામાં આવેલું છે. જે અન્વયે તારીખ 1-10-2024 ના રોજ "સ્વચ્છ કલા પ્રતિયોગીતા" નું આયોજન શ્રી કિશનદાસ કિકાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના NSS વિભાગ દ્વારા કરવામાં આવ્યું.
"સ્વચ્છ કલા પ્રતિયોગીતા" અંતર્ગત NSS Volunteers માટે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા અને વેસ્ટ ટુ આર્ટ ફેસ્ટ એમ કુલ પાંચ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક સ્પર્ધાઓમાંથી મળીને કુલ 41 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ત્રણ ક્રમે વિજેતા જાહેર થયેલ વિદ્યાર્થીઓના નામ નીચે મુજબ છે :
1. વેસ્ટ ટુ આર્ટ ફેસ્ટ :
પ્રથમ: મેણીયા પુનમ એ.
દ્વિતીય: મેર ધરતી એમ.
તૃતીય: તલાટ તસ્લીમ જી.
2. ચિત્ર સ્પર્ધા:
પ્રથમ: કણઝરીયા દીપિકા આર.
દ્વિતીય: મેર પાયલ સી.
તૃતીય: પરાલીયા માયા આર.
3. રંગોળી સ્પર્ધા: (સ્વચ્છતા હી સેવા)
પ્રથમ: ચૌહાણ શ્વેતા ડી. અને ગોહિલ શ્રુતિ એન.
દ્વિતીય: પરમાર ખુશ્બુ આર.
તૃતીય: સાકળીયા કોમલ ડી. અને મીઠાપરા સ્નેહા આર.
4. નિબંધ સ્પર્ધા: (વિષય: સ્વચ્છતા એ જ સંસ્કાર)
પ્રથમ: ગળીયેલ જયશ્રી ટી.
દ્વિતીય: કણઝરીયા રિદ્ધિ બી.
તૃતીય: ચૌહાણ શ્વેતા ડી.
5. વક્તૃત્વ સ્પર્ધા:
પ્રથમ: કણઝરીયા દીપિકા આર.
દ્વિતીય: રાણા ઘનશ્યામસિંહ ડી.
તૃતીય: ચૌહાણ શ્વેતા ડી.
"સ્વચ્છ કલા પ્રતિયોગીતા" નું સમગ્ર આયોજન NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. ઋતુલકુમાર સુતરીયા ના માર્ગદર્શન હેઠળ એનએસએસના સિનિયર સ્વયંસેવકો રાણા ઘનશ્યામસિંહ, કણઝરીયા રિદ્ધિ, કણઝરીયા દીપિકા, તલાટ તસ્લીમ અને પરાલીયા માયા દ્વારા ખૂબ જ સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતું. પ્રતિયોગીતાઓના નિર્ણાયક તરીકે પ્રોગ્રામ ઓફિસર ડૉ. ઋતુલકુમાર સુતરીયા સર, પ્રો. ડૉ. નિલેશ ગોહિલ સર તથા ધંધુકા નગરપાલિકાના પ્રતિનિધિ અધિકારીઓ કલસરિયા ઉમેશભાઈ, ચુડાસમા પ્રતિપાલસિંહ, ધંધુકા નગરપાલિકા સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર સંદીપભાઈ સોની વગેરેએ સેવા આપી હતી. કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. ભરત પટેલ સાહેબે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કોલેજના અધ્યાપકશ્રીઓ ડૉ. વસીમ કાઝી સર, પ્રો. સુનિલ ભોયે સર, ડૉ. પાયલ પટેલ મેડમ, ડૉ. કમલેશ રાજપૂત સર, ઝુલેખા મેડમ, નવઘણ સર પ્રતિયોગીતા ની કલાકૃતિઓની મુલાકાત લઇ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
Shree K. K. Arts and Commerce College - Dhandhuka.
NSS Unit ( રાષ્ટ્રીય સેવા યોજના યુનિટ )
Program Officer: Pro. Dr. Rutulkumar Sutariya (9879825256)