West Zone Pre- RD (Republic Day) Camp માં ભાગ લેવા માટે ગુજરાત યુનિવર્સિટી એમએસએસ વિભાગના કુલ પાંચ વિદ્યાર્થી પસંદ થયા હતા જે પૈકી શ્રી કિશનદાસ કિકાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના એન.એસ.એસ. વિભાગની એક વિદ્યાર્થીની તલાટ તસ્લીમબાનુ ની પસંદગી પણ થયેલ હતી, જે આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે.
ગત તારીખ 12-11-2024 થી 21-11-2024 દરમિયાન જલગાવ મહારાષ્ટ્ર ખાતે NSS RD PUNE દ્વારા આયોજિત કેમ્પમાં તલાટ તસ્લીમબાનુએ સફળતાપૂર્વક ભાગ લીધો હતો