ધંધુકા તાલુકા કેળવણી મંડળ સંચાલિત, શ્રી કિશનદાસ કિકાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ધંધુકા કોલેજ કેમ્પસમાં જીલ્લા કક્ષાનાં ૨૬મી જાન્યુઆરી ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ હતું. જેમાં કોલેજનાં ટ્રસ્ટી મંડળનાં હોદ્દેદારશ્રીઓ, કોલેજનાં અધ્યાપકશ્રીઓ, વહીવટી સ્ટાફ તેમજ કોલેજનાં વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં કોલેજની સાંસ્કૃતિક કમિટીનાં અદ્યાપકશ્રીઓએ સાઈબર ક્રાઈમ અંતર્ગત નાટકનું કોલેજનાં વિદ્યાર્થીઓ દ્વારા ભજવવામાં આવેલ હતું અને ફોન વપરાશથી અલગ-અલગ ઓનલાઈન થતા ફ્રોડ વિશે માહિતગાર કર્યા હતાં.