કોલેજમાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમની ઉજવણી

Date : 28/03/2025

શ્રી કિશનદાસ કિકાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ધંધુકામાં વાર્ષિક ઇનામ વિતરણનો કાર્યક્રમ તા. ૨૫/૦૩/૨૦૨૫ ના રોજ યોજાઈ ગયો. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ધંધુકા પ્રાંત ઓફિસર શ્રી વિદ્યાસાગર, ધંધુકા મામલતદાર શ્રી વિજયભાઈ ડાભી તેમજ રીન્યુ કંપનીના સિનિયર મેનેજર શ્રી સંજયભાઈ ગૈલોત ઉપસ્થિત રહ્યા હતા. કોલેજના સેક્રેટરી શ્રી દિલીપભાઈ શાહે નવનિયુક્ત આચાર્ય શ્રી ડો. જીગ્નેશભાઈ ટાપરિયા સાહેબને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. કોલેજના વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન શૈક્ષણિક, રમતગમત, સાંસ્કૃતિક, તેમજ એન.એસ.એસ વિભાગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી જે વિજેતા થયા હતા તેવા કુલ 59 વિદ્યાર્થીઓને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્યશ્રી ડો. ભરતભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સફળ રહ્યો હતો.કાર્યક્રમનું સંચાલન ડો. પાયલ પટેલ અને ડો. સવિતા વળવીએ તેમજ આભાર વિધિ પ્રો. સુનીલ ભોયે કરી હતી.


Event Image Gallery