Date: 23/10/2026
B.A. / B.Com. Sem.-1 માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા એનરોલમેંટ ફોર્મ ભરાવવામાં આવે છે. એનરોલમેંટ ફોર્મ ભરવું દરેક વિદ્યાર્થી માટે ફરજીયાત છે. જે વિદ્યાર્થી આ ફોર્મ નહિં ભરે તેનો પ્રવેશ રદ ગણાશે તેમજ ગુજરાત યુનિવર્સિટીમાં આવા વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન થશે નહિં અને ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા આપી શકશે નહિ જેની ગંભિરતાપૂર્વક નોંધ લેવી.
- એનરોલમેંટ ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓએ નીચે મુજબનાં પૂરાવા સાથે લાવવાના રહેશે.
- ABC ID ની એક ઝેરોક્ષ નકલ
- આધારકાર્ડની એક ઝેરોક્ષ નકલ
- કોલેજની ફી ભર્યાની પહોંચની ઝેરોક્ષ નકલ
- સ્કૂલલિવિંગ સર્ટિફિકેટની ઝેરોક્ષ નકલ
- વાલીનો મોબાઈલ નંબર, વાલીનું ઈ-મેઈલ આઈ.ડી
- ફોર્મ ભરવા માટે નીચેની તારીખ, સમય અને વર્ગ મુજબ હાજર રહેવું.
- તા.૨૪/૧૦/૨૬ B.Com. Sem.-1 નાં વિદ્યાર્થીઓ 08:00 થી 10:30 કલાકે
- તા.૨૬/૧૦/૨૬ B.A. Sem.-1 નાં ફક્ત બહેનો 08:00 થી 10:30 કલાકે
- તા.૨૬/૧૦/૨૬ B.A. Sem.-1 ફક્ત ભાઈઓ 11:00 થી 12:30 કલાકે
- દરેક વિદ્યાર્થીઓએ નીચે આપેલ પી.ડી.એફ. ફાઈલમાં થી પોતાનો સિરિયલ નંબર ચેક કરીને ફોર્મ ભરવા આવવાનું રહેશે.
- બી.કોમ.સેમે.-1 નાં વિદ્યાર્થીઓ આ લિંક પરથી પોતાનું લિસ્ટ જોઈ શકશે. :
https://drive.google.com/file/d/1JcrFeS-ewDVpIphypk-BO3QGuBPFblMS/view?usp=sharing
- બી.એ.સેમે.-1 નાં વિદ્યાર્થીઓ આ લિંક પરથી પોતાનું લિસ્ટ જોઈ શકશે. :
https://drive.google.com/file/d/1tUp7Jdd6YrMoPUZ7QOgg-f1DcP5baHBu/view?usp=sharing