બી.એ./બી.કોમ.સેમે.-૧ NEP નાં HPP NOON ના પ્રવેશ અંગે.
Date: 16/10/2025
બી.એ./બી.કોમ.સેમે.-૧ NEP નાં HPP NOON ના પ્રવેશ માટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા મંજૂરી આપવામાં આવેલ છે તે સંદર્ભે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ખાસ ફેસ રાઉન્ડ-૩૩ માં મેરિટના ધોરણે યાદી જનરેટ કરેલ છે અને કોલેજે આ યાદી વિદ્યાર્થીઓને ઓફર કરેલ છે તો જે વિદ્યાર્થીઓને આ ઓફર મળેલ છે તેમણે કોલેજ સમયમાં તા. ૧૬/૧૦/૨૦૨૫ દરમિયાન આવી પોતાનો પ્રવેશ કનફર્મ કરાવવાનો રહેશે. ત્યાર બાદ તેઓનો આ રાઉન્ડ્નો પ્રવેશ હક્ક જતો રહેશે જેની વિધ્યાર્થીએ નોંધ લેવા અનુરોધ છે.
NOON સ્કોલરશીપના ફોર્મ જમા કરાવવા અંગેની નોટિસ
Date: 08/10/2025
NOON સ્કોલરશીપના ફોર્મ જમા કરાવવા અંગેની નોટિસ
Noon (બપોર પાળી)
|
Class
|
Gender
|
Date
|
B.A/B.COM SEM-1 અને 3
તમામ બહેનો
|
બહેનો
|
10/10/2025
|
B.COM SEM-1 અને 3
|
ભાઈઓ
|
11/10/2025
|
B.A SEM-1
|
ભાઈઓ
|
13/10/2025
|
B.A SEM-3
|
ભાઈઓ
|
14/10/2025
|
કોલેજમાં સ્કોલરશીપના ફોર્મ જમા કરાવવાનો સમય 10.00 થી 01.30 નો રહેશે ત્યારબાદ કોઈના ફોર્મ લેવામાં આવશે નહીં.
ખાસ નોંધ:
- સ્કોલરશીપ અંગે કોલેજ દ્વારા અગાઉ આપેલ સૂચના મુજબ વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભરીને રાખવા.
- સ્કોલરશીપના ફોર્મ કોલેજો દ્વારા જાણ કરવામાં આવેલ સમય અને તારીખ પ્રમાણે જમા કરાવી જવા ત્યારબાદ ફોર્મ લેવામાં આવશે નહીં.
- સ્કોલરશીપના ફોર્મના સમય કે તારીખ કોલેજો દ્વારા બદલવામાં આવે તો વિદ્યાર્થીઓએ તે માન્ય રાખવાનું રહેશે.
- વિદ્યાર્થીઓએ સ્કોલરશીપના ફોર્મમાં જમણી બાજુએ પોતાનું સેમ, પોતાનો રોલ નંબર તથા વિષય અને બપોર પાળી ફરજિયાત લખવાનું રહેશે.
- પાછળના પેજમાં (બે અથવા ત્રણ) વિદ્યાર્થીઓએ (Signature of the Applicant) લખ્યું છે ત્યાં ફરજિયાત પોતાની સહી કરવાની રહેશે.
- વિદ્યાર્થીઓએ સ્કોલરશીપના ફોર્મની પ્રિન્ટ તથા અન્ય ડોક્યુમેન્ટની ઝેરોક્ષ ચોખ્ખી દેખાય તેવી સાથે લાવવાની રહેશે.
- ગ્રુપમાં આપ્યા મુજબ સ્કોલરશીપના ડોક્યુમેન્ટ તેના લિસ્ટ પ્રમાણે લાઈનમાં ગોઠવીને લાવવાના રહેશે.
- સ્કોલરશીપ અંગેની કોઈ જરૂરી સુચના હશે તો ગ્રુપમાં લેખિત અથવા ક્લાસમાં મૌખિક રીતે જાણ કરવામાં આવશે જે વિદ્યાર્થી મિત્રોએ ફરજિયાત માન્ય રાખવાની રહેશે.
- ચાલુ સત્ર દરમિયાન વિદ્યાર્થી મિત્રોએ કોઈ એક જ સ્કોલરશીપ સ્કીમના ફોર્મમાં પોતાનું ફોર્મ ભરવાનું રહેશે.
- સ્કોલરશીપના ઓનલાઈન ભરેલ ફોર્મની એક ઝેરોક્ષ વિદ્યાર્થી મિત્રોએ પોતાની પાસે સાચવીને પણ રાખવાની રહેશે.
- સ્કોલરશીપના ફોર્મ COMPUTER LAB-2 માં લેવામાં આવશે.
- કોઈ વિદ્યાર્થી મિત્રોએ પોતાનો લેક્ચર મૂકીને અથવા ચાલુ પરીક્ષા દરમિયાન સ્કોલરશીપનું ફોર્મ આપવા આવવાનું રહેશે નહીં.
વર્ષ : ૨૦૨૫-૨૬ સ્કોલરશીપ ફોર્મ ભરવા અંગે.
Date: 26/07/2025
(૧) ચાલુ શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓએ કોઈપણ એક જ લાગુ પડતી હોય તે સ્કીમમાં ફોર્મ ભરવાનું રહેશે જેની ખાસ નોંધ લેવી. જો કોઈ વિદ્યાર્થી એક કરતાં વધારે સ્કીમમાં ફોર્મ ભરશે તેનું ફોર્મ રિજેક્ટ થશે તથા કોઈ પણ કાનૂની કાર્યવાહી થાય તેને જવાબદારી વિદ્યાર્થી રહેશે.
(૨) સરકારશ્રીના ધારા-ધોરણ (નિયમ) પ્રમાણે તથા PDF ના ઉલ્લેખ કર્યા પ્રમાણે જે વિદ્યાર્થીઓને ૭૫ ટકા હાજરી થતી હશે તે જ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આવશે જેની ખાસ નોંધ લેવી.
(૩) સ્કોલરશીપનું ફોર્મ ભરતાં પહેલા તમામ વિદ્યાર્થીઓએ સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ નિયમોની પી.ડી.એફ. ધ્યાનપૂર્વક વાંચીને જ ફોર્મ ભરવાનું રહેશે.
(૪) વિદ્યાર્થીઓએ આધાર કાર્ડ, રેશનકાર્ડ તથા બેન્ક એકાઉન્ટના કે.વાય.સી. કરેલ હોવું ફરજિયાત છે. જે વિદ્યાર્થીઓનાં આધાર કાર્ડ પાંચ વર્ષથી જુનાં હોય તેમણે ફરજિયાત આધાર કાર્ડ અપડેટ કરાવી લેવાનું રહેશે.
(૫) પી.ડી.એફ. પ્રમાણે આધાર કાર્ડ, રેશનકાર્ડ તથા બેન્ક ખાતામાં એક સરખું નામ હોવું જોઈએ તે જ પ્રમાણે ફોર્મ માં પણ એકસરખું નામ હોવું જોઈએ
(૬) વિદ્યાર્થી ફોર્મ ભરવા જાય ત્યારે મોબાઈલ નંબર તથા ઇમેલ આઇડી ચાલુ હોય તે જ આપવાના રહેશે તથા આ મોબાઈલ નંબર અને ઇ-મેલ આઇડી કોલેજના ૬ સેમે. સુધી સાચવીને રાખવાના રહેશે.
(૭) પી.ડી.એફ. પ્રમાણે તમામ ડોક્યુમેન્ટ ઓરીજનલ અપલોડ કરવાના રહેશે તથા ક્રમમાં રાખવાના રહેશે
(૮) વિદ્યાર્થી કોઈપણ કોમ્પ્યુટર સેન્ટરમાં ફોર્મ ભરવા જાય ત્યાં ફોર્મ માં કોઈ પણ ભૂલ ન રહી જાય તેની ખાસ તકેદારી રાખવી તથા ફોર્મ ફાઈનલ સબમિટ આપેલું જ કોલેજમાં જમા કરાવવાનું રહેશે જે કોઈ વિદ્યાર્થીનું ફોર્મ સ્લોરરશીપની વેબસાઈટમાં દેખાશે નહીં તેમનું ફોર્મ રિજેક્ટ થશે જેની જવાબદારી વિદ્યાર્થીની રહેશે.
(૯) પોસ્ટમેટ્રીક સ્કોલરશીપની કોઈપણ સ્કીમમાં કોલેજનાં બોનોફાઇડની જરૂર પડતી નથી તેથી કોઈ પણ વિદ્યાર્થીઓએ કોલેજમાં બોનોફાઇડ લેવા તથા ઓનલાઇનમાં અપલોડ કરવાનું રહેતું નથી.
ફક્ત લાલ ચોપડી (શ્રમજીવી) લાગુ પડતી હોય તેમને જ આ બોનોફાઈડ લેવા આવવાનું રહેશે અને કોલેજ જાણ કરે ત્યારબાદ જ લેવા આવવાનું રહેશે.
(૧૦) સ્કોલરશીપના ભરેલ ફોર્મ તમામ વિદ્યાર્થીઓએ કોલેજ દ્વારા ટાઈમ અને તારીખ જાહેર કરે ત્યારબાદ જ કોલેજમાં જમા કરવા આવવાનું રહેશે